તળાજા તાલુકાના ઠળિયા ગામની સીમમાં દીપડાએ ગાર્ડરના બચ્ચા મારણ કર્યું છે. ફરજામાં બાંધેલા ગાર્ડને દીપડો ખેંચીને બહાર લઈ ગયો હતો.

       તળાજા પંથકમાં કેટલાંક સમયથી વન્ય પશુઓની હલચલથી ડર ઊભો થયો છે. આ વિસ્તારમાં અવારનવાર પાલતું પશુઓનાં મારણ શિકાર થતાં રહ્યાં છે. આ દીપડાને જલદી પકડી લેવામાં આવે તેવી માંગ રહેલી છે. ઠળિયા ગામની સીમના ધોળીધાર વિસ્તાર માંથી દીપડાએ આશરે ,૧૬ જેટલા ગાર્ડરનુ મારણ કર્યું છે.માલધારી ઓધડભાઇ બાલાભાઈ બોળીયા એ જણાવ્યાં મુજબ, પોતાની વાડીએ ફરજામાં બાંધેલી વાછરડી આ પ્રાણી ખેંચીને બહાર લઈ ગયો હતો. અહી આડી ઝાળી હોવાં છતાં અંદર ઘૂસી થોડે દૂર લઈ જઈ મારણ કર્યુ હતું. આ માહિતી અંગે અમો એ ટેલીફોનિક વાત કરતા તળાજા ફોરેસ્ટર બી ડી ભટ્ટે જણાવ્યું હતું કે આ દીપડાને પકડવા માટે અમે પાંજરાઓ પણ મુકેલ છે 

    તળાજા આસપાસના ગામામા દીપડા કે અન્ય હિંસક પશુઓથી માલધારી તથા ખેડૂતો વગેરેને ભારે ડર રહ્યો છે. આ ઘટનાથી વનવિભાગનાં સંબંધિત કર્મચારીઓ ઘટના સ્થળે મુલાકાત લઈ ગયાં છે, પરંતુ આ દીપડાને જલદી પકડી લેવામાં આવે તેવી માંગ રહેલી છે.