*ડીસા માં સ્વામી લીલાશાહ ની ૧૪૩ મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાઈ*

ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં આવેલ સ્વામી લીલાશાહ મંદિરે તારીખ ૧૬-૦૩-૨૦૨૩ ને ગુરૂવારના રોજ વહેલી સવારથી મંદિરે હવન તેમજ આરતી બાદ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગ ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર સદસ્યો પત્રકાર મિત્રો તેમજ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી આરતી, હવન તેમજ પ્રસાદનો સારો લાભ લીધો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા ડીસા સ્વામી લીલાશાહ સેવા સમિતિના આગેવાનો તેમજ યુવાન વર્ગના ભાઈઓ ખડેપગે ઉભા રહી લોકોની સારી એવી સેવા આપી બાપુ લીલાશાહની જન્મ જયંતિ સારી રીતે ઉજવાઈ હતી અને બપોરે સિંધી કોલોની વિસ્તાર સ્વામી લીલાશાહ મંદિરેથી ભવ્ય શોભા યાત્રા ફરીને લોકોએ દર્શનનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ નરેશ ડી વ્યાસ બનાસકાંઠા