બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલું ટ્રક ઝડપી પાડ્યું છે. જેમાં કુલ 7 હજાર 452 જેટલી દારૂની બોટલો જેની કિંમત કુલ 18,લાખ 56 હજાર થી વધુનો મુદ્દામાલ કબજે લઈ ગાડીના ચાલકની અટકાયત કરી પાલનપુર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।

31 ડિસેમ્બરને લઇ બુટલેગરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાનમાંથી દારૂ ઘુસાડવાના પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે પરંતુ પોલીસની બાજ નજરોથી બુટલેગર બચી શકતા નથી. જેમાં આજે એલસીબી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલું ટ્રક ઝડપી પાડ્યું છે.

એલસીબી પોલીસને મળતી બાતમી હકીકતના આધારે રાજસ્થાનમાંથી ટ્રક ચાલક દારૂ ભરીને ગુજરાત પાલનપુર થઈ અમદાવાદ તરફ જનાર છે જે આધારે એલસીબી પોલીસે નાકાબંધી કરી વાહનોની તપાસ હાથ ધરી હતી.

 જેમાં નેશનલ હાઇવે પર રાજસ્થાન તરફથી આવતા એક શંકાસ્પદ MH 26 BE 7827 નંબરનું ટ્રક આવતા તેને રોકાવી તપાસ કરતાં જ એલસીબી પોલીસને મોટી માત્રામાં ટ્રકમાંથી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ફુલ દારૂની 7452 બોટલો કબ્જે કરી કુલ મુદ્દામાલ પાલનપુર તાલુકા પોલીસને સોંપી ટ્રક ચાલકને અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.