મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સૂઢીયા ગામે રહેતા અને ભુજ એસ.ટી. ડેપોમાં એસ.ટી.બસના ડ્રાયવર તરીકે ફરજ બજાવતા મયુરકુમાર પ્રવીણભાઈ કડીયા ભુજ એસટી ડેપો ખાતેથી ભુજ છોટાઉદેપુર રૂટ ની બસ લઈને છોટાઉદેપુર જવા નીકળ્યા હતા જેમાં ગત રાત્રીના 11:30 વાગ્યાના સુમારે તેઓ પોતાની એસ.ટી. બસ લઈને હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલ હોટલ વેલી થી ટોલનાકા વચ્ચેના મુખ્ય રોડ પર રહીને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની પાછળ ચાલતી એક સ્વીફ્ટ ડિઝાયર કારના ચાલકે પોતાની કારને ગફલતભરી રીતે બેફામ પૂર ઝડપે હંકારી લઈ આવી પાછળથી તેઓની એસ.ટી. બસને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બંન્ને વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા જો કે સદ્ નસીબે બસમાં સવાર મુસાફરો સહિત બસના ચાલક અને કન્ડક્ટર પૈકી કોઈને પણ કોઈ પણ પ્રકારની ઇજાઓ ન પહોંચતા સૌનો આબાદ બચાવ થયો હતો જો કે સ્વીફ્ટ કારમાં સવાર એક નાના બાળકને માથામાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી જ્યારે અકસ્માતમાં બસના પાછળના ભાગે નુકસાન પહોંચ્યું હતું જ્યારે સ્વિફ્ટ ડિઝાયર કારના આગળના શો ના ભાગનો ભુક્કો બોલી ગયો હતો જેમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેમાં અકસ્માતના બનાવ અંગે એસ.ટી. બસના ચાલક મયુરકુમારે હાલોલ રૂરલ પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.