બાબરા તાલુકા ના કોટડાપીઠા ગામના ખેડુત વ્યાજ ના ચક્કરમાં ફસાઇ ગયેલ હોય જે વ્યાજ ની રકમ ચુકવવા માટે પોતાની કીડની વેચવા ની મંજુરી માગતી અરજી કરતા તે અરજદાર નો તાત્કાલીક સંપર્ક કરી ફરીયાદ લખી લઇ ગણતરીના કલાકોમાં આરોપી ને પકડી પાડતી બાબરા પોલીસ ટીમ.

હાલમાં રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોર નાબુદી ઝુંબેશ શરૂ હોય, જે અનુસંધાને માનનીય ડી.જી.પી. ગાંધીનગરનાઓ દ્વારા વ્યાજખોરી નાબૂદી કરવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય,

 જે અંગે ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા જે.પી. ભંડારી નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ

 અમરેલી જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકદરબાર ભરી લાયસન્સ વિના તેમજ ઉંચા વ્યાજ દરે નાણા ધીરધાર કરનાર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ કરવા જણાવેલ હોય,

 જે સુચના અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.ડી.ચૌધરી નાઓ દ્વારા લોક દરબાર ભરી લોકોને જાગૃત કરેલ,

અને બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરીયાદી ધોહાભાઇ ગોબરભાઇ ગજેરા નાઓએ આવી ગેરકાયદેસર વ્યાજખોરી કરતા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ કરતા ગુન્હો રજી. કરી ગણતરીના કલાકોમાં વ્યાજખોર ઇસમ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરતી બાબરા પોલીસ ટીમ.

 ગુન્હાની હકિકત

આ કામની હકીકત એવી છે કે આ કામના આરોપીઓએ ફરીયાદી ને વ્યાજે રૂપીયા આપેલ જે વ્યાજ તથા મુદળ રકમ ફરીયાદી આરોપીઓ ને ચુકવી શકેલ નહીં અને ફરીયાદીએ વ્યાજ ની રકમ ચુકવવા સારું પોતાની કીડની વેચવા ની મંજુરી માંગતી અરજી કરેલ હોય તેમજ ફરીયાદી ને આ કામના આરોપી ઓએ મૃત્યુના ભયમાં મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી વ્યાજ તથા મુદલ રકમની પઠાણી ઉઘરાણી કરી ગુન્હો કરવામાં એકબીજાની મદદ કરી ગુન્હો આચરેલ હોય,

ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત -

 કાન્તીભાઇ લવાભાઇ રાદડીયા ઉં.વ.૬૦,ધંધો. ખેતી,રહે.કોટડાપીઠા, તા-બાબરા, જી. અમરેલી,

ગુન્હામાં પડવાના બાકી આરોપીઓની વિગત 

 (૧) સતુભાઇ મહેન્દ્રભાઇ વાળા

           રહે.કોટડાપીઠા,

(૨) ભરતભાઇ બાબલુભાઇ પટગીર   

           રહે. કોંટાડપીઠા,

(3) ગઢવીભાઇ રહે.જસદણ,

(૪) અનકભાઇ પટગીર રહે.કોટડાપીઠા,

ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.ડી ચૌધરી તેમજ બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જયદેવભાઇ આર હેરમા તથા પો.કોન્સ.મહાવીરસીંહ બી સીંધવ તથા પો.કોન્સ.ગોકુળભાઇ એમ રાતડીયા દ્વારા કરવામાં આવેલ છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.