ગુજરાત સરકાર દ્વારા અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી થી શરૂ કરાતા અંબાજી ગામ લોકોએ આનંદ વ્યક્ત કર્યો અને ઢોલ નગારા ડીજે સાથે વાસ્તે મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ ધરાવ્યો...
આજે બપોરે ગાંધીનગરથી સરકાર દ્વારા મોહનથાળ નો પ્રસાદ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા જ ગ્રામજનોમાં આનંદ વ્યાપી ગયો હતો અને સાંજે અંબાજીના ખોડીવડલી 51 શક્તિપીઠ સર્કલ પર ગ્રામજનો એકઠા થયા હતા માં અંબાનો જય જય કાર કર્યો હતો અને ત્યાંથી ઢોલ નગારાં અને ડી.જે.સાથે મંદિરમાં જઈને માતાજીને મોહનથાળ નો પ્રસાદ ધરાવ્યો હતો...
અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ 3 માર્ચ 2023 ના રોજથી ટ્રસ્ટ અને સરકાર દ્વારા એકાએક જ બંધ કરી દેવામાં આવ્યો હતો જેના લીધે અંબાજી ના ગ્રામજનો અને ગુજરાતમાં વસતા દરેક માઈ ભક્તોમાં રોષની લાગણી ફરી વળી હતી અને સરકાર પ્રત્યે અને ટ્રસ્ટ સામે ઉગ્ર દેખાવો થઈ રહ્યા હતા ઠેર ઠેર ધાર્મિક ભક્તોએ સરકારને આવેદનપત્ર આપી અને દેખાવો કરીને અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ ફરીથી શરૂ કરવાની માંગ કરી હતી આખરે 11 દિવસ બાદ તારીખ 14 /3/ 2023 ના રોજ સરકારે ધાર્મિક આસ્થા સામે જુકી જવું પડ્યું હતું અને ફરીથી મોહનથાળ નો પ્રસાદ શરૂ કરવાની ફરજ પડી હતી...
મોહનથાળ નો પ્રસાદ શરૂ કરવાનો નિર્ણય લેવાતા ગામ લોકો અને યાત્રાળુઓએ તથા માં નાં ભક્તોએ આ નિર્ણયને આવકાર્યો હતો અને માતાજીનો પ્રસાદ તો મોહનથાળ જ હોય તેમાં લાગણી અને શ્રદ્ધા જોડાયેલી હોય છે તેવા પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા..