બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ જિલ્લાના ઉપક્રમે મહિલા શકિતકરણના ભાગરૂપે મહિલાઓને ૦.૨૨ રાઇફલ શુટીંગની તાલીમ આપવા તા.૧૪,૧૫/૦૩/૨૦૨૩ ના દિવસો દરમ્યાન ફાયરીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે સબબ જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(ફ) થી મળેલ સત્તાની રૂએ બોટાદ ખાતે ખસ રોડ પર આવેલા બોટાદ જિલ્લા પોલીસ હસ્તકના સ.નં.૯૮૯ પૈકી ૧ માં પરેડ ગ્રાઉન્ડ આવેલ તે સ્થળ તથા તેની પેરી ફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તા.૧૬/૦૩/૨૦૨૩ સુધી કોઇ વ્યક્તિએ જવુ નહીં તેમજ માલ-ઢોરોને સદરહું વિસ્તારમાં ચરાવવા કે લઇ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ સજા થશે.
Dharmendra lathigara Botad