બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે ગઢડા રોડ પર એમ.ડી.શેઠ વિદ્યાલય ખાતેના બોર્ડની પરીક્ષાનાં કેન્દ્રની મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ પરીક્ષાકેન્દ્રમાં જરૂરી સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું, સાથોસાથે તેમણે પરીક્ષાકેન્દ્ર ખાતે સીસીટીવી મોનીટરીંગ ચકાસ્યું હતું. આ ઉપરાંત કલેક્ટરશ્રીએ હાજર અધિકારીશ્રીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચના સાથે માર્ગદર્શન આપ્યું હતું. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહિવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
Dharmendra lathigara, Botad