જીપલામાં મૂંગા પશુઓની હેરાફેરી કરતા શખ્સનું ડાલું ઉભું રખાવીને પૂછપરછ કરી એની અદાવતમાં જીવલેણ હુમલો કરાયો.

           

લાખણી પંથકમાં બિનધિકૃત રીતે મૂંગા પશુઓને કતલખાને ધકેલવા માટે પિકઅપ ડાલાઓનો બેફામ ઉપયોગ થાય છે.જેની તપાસ થવી જરૂરી.

       લાખણી (દેવજીભાઈ રાજપૂત)

લાખણી તાલુકાના જસરા ગામના મફુભાઈ સોમતાભાઈ માજીરાણા પીકઅપ ડાલામાં મૂંગા પશુઓ ભરીને જતા હતા અને આ પશુઓ કતલખાને લઈ જવામાં આવે છે એવી બાતમી હોવાથી ગૌરક્ષક ઈશ્વરભાઈ પુરોહિતે આ ડાલુ રોકાવીને પૂછપરછ કરી તો મફુભાઈ ઉડાઉ જવાબ આપી ધમકી આપી રવાના થઈ ગયેલ અને ત્યારબાદ હરપાલસિંહ નામના વ્યક્તિનો ઈશ્વરભાઈ ઉપર કોલ આવ્યો અને પટેલ ડેરી આગળ મળવા બોલાવ્યો મળીને એમણે કહ્યું કે પહેલાં હું પશુઓની હેરાફેરીનો ધંધો કરતો હતો પણ હવે કરતો નથી આ ડાલાને હેરાન કરશો નહિ એજ સમય પાછળ થી આવીને મફુભાઈ માજીરાણા અને બે અજાણ્યા શખ્સોએ લોખંડની પાઈપથી ઈશ્વરભાઈ પુરોહિત ઉપર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરી ધાકધમકીઓ આપી ભાગી છુટેલ ત્યારપછી લોકોનું ટોળું ભેગું થયું અને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ આગથળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.