તારાપુર સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે ધો.૧૦ બોર્ડની પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું
તારાપુર સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે આજરોજ ધો ૧૦ બોર્ડની પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓનું આજ રોજ લાયન્સ કલબ ઓફ તારાપુર, કેળવણી મંડળ તારાપુર તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ગુલાબનું ફુલ અને બોલપેન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેળવણી મંડળ પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલ, લાયન્સ કલબ મંત્રી વિનોદભાઇ ભરવાડ, પીએસઆઇ એ.ડી.દેસાઇ, અર્બન બેંક ના ચેરમેન ઠાકોરભાઇ પટેલ, દિનેશભાઇ નગરશેઠ, યોગેશભાઇ ઠકકર જીગ્નેશભાઈ પટેલ, યુવા મોરચાના પ્રતિક પટેલ આચાર્ય પરેશભાઇ સેવક સહિત શિક્ષકોએ સ્વાગત કર્યું હતું ધો.૧૦ બોર્ડની પરીક્ષાને લઇ તારાપુર પોલીસનો ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો