ગુન્હાની વિગતઃ-
લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે દસેક માસ પહેલા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- ૧૩૭ તથા ફોરવ્હિલ તથા મોબાઇલ મળી કુલ પ્રોહી મુદ્દામાલ કિ.રૂ.૧,૪૪,૫૬૫/- સાથે મુખ્ય આરોપી પકડાયેલ, જે અંગે લાઠી પો.સ્ટે. સી-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૦૮/૨૨ ગુજરાત પ્રોહિબિશન એકટ ક.૬૫એ-ઇ,૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય,
જે કામે મજકુર આરોપી આજદિન સુધી નાસતો ફરતો હોય જેને સુરત જીલ્લાના પલસાણા મુકામેથી હસ્તગત કરેલ.
એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના ટેકનીકલ સોર્સીસ આધારે શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્વારા લાઠી પો.સ્ટે. સી-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૨૦૮/૨૨ ગુજરાત પ્રોહિબિશન એકટ ક.૬૫એ-ઇ, ૧૧૬(બી),૯૮(૨), ૮૧ મુજબના કામે દસેક માસથી નાસતા ફરતા ઇસમને જામનગર મુકામેથી તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા લાઠી પો.સ્ટે. ને સોપવા તજવીજ કરેલ,
પકડાયેલ આરોપી -
મોડીતગીરી ચેતનગીરી ગોસ્વામી ઉ.વ.૨૮,ધંધો-પ્રા.નોકરી, રહે.ઢસા, નારાયણનગર,તા.લાઠી,જી.અમરેલી, હાલ-જામનગર,
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ-
(૧) વલસાડ રૂરલ પો.સ્ટે. જી.વલસાડ પ્રોહી ગુ.ર.નં.૦૧૫૮/૨૦૧૮ પ્રોહી ક.૬૫(એ),૬૫(ઇ),૮૧,૯૮(૨) તથા
(૨) અંકલેશ્વર પો.સ્ટે. જી.ભરૂચ પ્રોહી ગુ.ર.નં.૧૨૫૭૯/૨૦૨૧ પ્રોહી ક.૬૫(એ),૬૫(ઇ),૮૧,૯૮(૨) મુજબના ગુન્હા મજકુર વિરૂધ્ધ રજી. થયેલ હોય
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક,હિમકર સિંહ નાઓની સુચના અને એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના ટેકનીકલ માર્ગદર્શન હેઠળ કે.જી.મયા (ગઢવી) પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા, કૌશિકભાઇ બેરા તથા ટ્રેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા તથા પો.કોન્સ. સતારભાઇ શેખ, જીજ્ઞેશભાઇ પોપટાણી તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા એ રીતેના જોડાયેલ હતા.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.