જે.એન્ડ.જે કોલેજ ઓફ સાયન્સ, નડિયાદના, રસાયણશાસ્ત્ર વિભાગમાં કાર્યરત 51 વર્ષ જૂના કેમીસ્ટ્રી સ્ટડી સર્કલ દ્વારા તા: 30/07/2022 ના રોજ સાયન્ટિફિક પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 50 થી વધુ પોસ્ટર મળીને કુલ 100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પોસ્ટર ની થીમ નેનો ટેકનોલોજી, મેડિસિનલ કેમેસ્ટ્રી, ગ્રીન કેમેસ્ટ્રી, રાખવામાં આવી હતી. તે વિષય પર વિદ્યાર્થીઓએ યંગ સાયન્ટિસ્ટ બની પોતાના વૈજ્ઞાનિક વિચારો, સંશોધનો અને વૈજ્ઞાનિક અભિગમો રજૂ કર્યા હતા. જેની કારણે ભવિષ્યમાં દેશના પ્રગતિ વિકાસમાં આવા સંશોધન થકી સ્ટાર્ટ ઇન્ડિયા જેવા પ્રોજેક્ટને પણ વેગ મળે. આ સ્પર્ધાનું આયોજન કેમી સ્ટ્રી સ્ટડી સર્કલ ના કન્વીનર ડો.એસ.બી.દલીચા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું સફળતાપૂર્વક સંચાલન ઇવેન્ટ કોર્ડીનેટર રસાયણશાસ્ત્ર વિભાગના આસિ. પ્રોફે. રક્ષિત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા મા નિર્ણાયક પેનલ મા કૉલેજ રસાયણ શાસ્ત્ર વિભાગ પ્રોફે. ડૉ. ડી.એમ.પટેલ , આર.કે પરીખ સાયન્સ કોલેજ ના પ્રો. ડો. જે. એ ચૌધરી ,
ચરોતર યુનિ. સાયન્સ એન્ડ ટેનોલોજી ના પી. ડી.પટેલ ઈનસ્ટીટયુટ એપ્લાઇડ સાયન્સીસ ના પ્રોફે. ડો. સંજય પંજાબી અને તેજ કોલેજ ના રસાયણ વિભાગ ના અધ્યક્ષ પ્રોફે. ડો. અભિષેક દધાનિયા ખાસ ઉસ્થિત રહ્યાં હતાં. કૉલેજ ના csc ના ચેરમેન ડો.એમ.ટી મછાર , કન્વીનર ડો એસ.બી દલીચા , કોલેજના આચાર્ય ડો. એ.એમ.પટેલ સાહેબ તથા કોલેજ સુપ્રિ. એચ એમ પારેખ દ્વારા ભાગ લેનાર તમામ સ્પર્ધકો ને અભિનંદન પાઠવ્યા તથા આ સ્પર્ધામાં વાઇસ ચેરમેન કુ. કેયા દવે, સી.એસ.સી ના હોદ્દેદારો તથા એસોસીએટ પ્રોફેસર ડો. એમ.બી ચૌહાણ , ફેકલ્ટી નિકિતા શર્મા મેડમ, માનસી ગોહિલ મેડમ તથા રસાયણ વિભાગ અને કૉલેજ ના તમામ ટીચીગ અને નોન ટીચીગ સ્ટાફ જેઓ નો સહયોગ પ્રાપ્ત થયો હતો.