ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલથી યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને હાલોલ નગરની શાળાઓના પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર બોર્ડની પરીક્ષા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને પરીક્ષા દરમ્યાન કોઈ અઘટિત બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા સલામતીની પરિસ્થિતિ જળવાયેલી રહે અને પરીક્ષામાં બહારના લોકો દ્વારા વિદ્યાર્થીઓને કોઈ કનડગત ન કરાય તેને લઈને હાલોલ ટાઉન પોલીસ સજજ બની છે જેમાં 14 માર્ચથી 29 મી માર્ચ સુધી યોજાનાર પરીક્ષાને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસ મથકના પી.આઇ.કે ચૌધરીની આગેવાની હેઠળ હાલોલની ધી એમ.એસ.હાઇસ્કુલ,કલરવ સ્કૂલ વી.એમ.સ્કૂલ,એમ.જી.એમ.હાઇસ્કુલ અને નુતન શાળા ખાતે ધોરણ 10 માટેના 05 પરીક્ષા કેન્દ્રો અને ધોરણ 12 માટેના 08 પરીક્ષા કેન્દ્રો પર હાલોલ ટાઉન પોલીસ દ્વારા 01 સ્થાનિક પી.આઈ. કે.એ.ચૌધરી સહિત 02 સ્થાનિક પી.એસ.આઇ 02 બહારના પી.એસ.આઇ 01 એસ.આર.પી પી.એસ.આઇ. મળી કુલ 05 પી.એસ.આઇ.તેમજ સ્થાનિક તેમજ બહારના મળી કુલ 28 પોલીસ કર્મચારીઓ 32 હોમગાર્ડના કર્મચારીઓ જેમાં 12 હથિયારધારી અને 20 સાદા હોમગાર્ડ સહિત 20 જી.આર.ડી નો સ્ટાફ 08 ટ્રાફિક બ્રિગેડ ના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેમાં આ તમામ પોલીસ અધિકારી અને મહિલા પુરુષ કર્મચારીઓ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા દરમ્યાન પોત પોતાના ફાળવાયેલા પોઇન્ટ ઉપર ખડે પગે તૈનાત રહી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાજ નજર રાખી પોતાની ફરજ નિભાવશે તેવી માહિતી મળવા પામી છે.

Sponsored

भारी बचत कार और फ्यूल दोनों पर - भाटिया एंड कंपनी बूंदी

मारुती सुजुकी S-CNG कार खरीदने पर अब CNG भरवाएं मात्र ₹ 76.22 per/kg की कीमत में, मार्केट रेट से ₹ 13.46 कम कीमत में | मारुती कार खरीदने पर भारी बचत | नियम और शर्तें लागू |