ડીસામાં જીપડાલુ પલટી ખાતા અકસ્માત: ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રેલિંગ તોડી પલટી ખાઈ ગયું; ઇજાગ્રસ્ત 4 લોકોને સારવાર માટે ખસેડ્યા

ડીસામાં મોડી સાંજે એલિવેટેડ બ્રિજ નીચે જીપડાલાનો અકસ્માત સર્જાતા ચાર લોકોને ઈજા પહોંચી હતી. જેમાં પાલનપુરથી એક જીપડાલું ડીસા તરફ આવી રહ્યું હતું અને એલિવેટેડ બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા જીપડાલુ ડિવાઈડરને ટકરાતા રેલિંગ તોડીને પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલક સહિત ચાર લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી.અકસ્માતની ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને જીપડાલામાંથી ઇજાગ્રસ્ત લોકોને બહાર નીકાળી સારવાર અર્થે ખસેડ્યા હતા. મોડી સાંજે ટ્રાફિકના હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.