આજરોજ તારીખ 12/03/2023 ને રવિવાર ના રોજ સવારે 10 કલાકે રોશન ઝમીર ચેરિટેબલ ટ્રસ્ટ વાડદ સંચાલિત છોકરાઓ અને છોકરીઓ માટે રાહત દરે A-one સીવણ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યો.. સીવણ ક્લાસ નું ઉદ્ધાટન વાડદ ગામની જામા મસ્જિદ ના પેશ ઇમામ મૌલાના હાજી તાજુદ્દીન સાહબ ના હસ્તે કરવામાં આવ્યો હતો આજના કાર્યકમમાં ગામના અગ્રણીઓ ઉપસ્થિતિ માં સીવણ ક્લાસ નું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતું.. રોશન જમીર ટ્રસ્ટ વાડદ દ્વારા 15 મહિના પહેલા A-one કોમ્પ્યુટર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે..જેમાં પણ મોટી સંખ્યા માં છોકરા છોકરીઓ હાલમાં કમ્પ્યુટર ની તાલીમ મેળવી રહી છે.. રોશન જમીર ટ્રસ્ટ મેનેજમેન્ટ ની ઈચ્છા અનુસાર હજુ પણ વધારે માં વધારે છોકરાઓ અમારી સેવાકીય સંસ્થા ઓનો લાભ લે એવી મહેચ્છા વ્યક્ત કરવાં માં આવી...

રીપોર્ટર : અનવર સૈયદ ઠાસરા ખેડા....