રાજુલા વન વીભાગ તેમજ સર્પવિદ અશોકભાઈ સાખટ ના સુપુત્ર અમિત સાખટ ની પ્રસંશનીય કામગીરી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા ના કોવાયા ગામે તારીખ:- ૦૪/૦૮/૨૦૨૨ ના રાત્રી ના ૧/૩૦ દોઢેક વાગ્યાં ના સમયગાળા દરમ્યાન,આહીર બાબુભાઈ લાખણોત્રા ના ઘરે કોબ્રા સાપ નીકળ્યો હોય, આમ તો મુળ ભારતીય પ્રજાતિમા નો મુખ્ય કોબ્રા સાપ છે.તે ખુબજ ઝેરી હોય છે, આ કોબ્રા અવારનવાર કોવાયા ગામ ના બાબુભાઈ લાખણોત્રા ના ઘર તથા આસપાસ ના વિસ્તાર માં અવાર નવાર નજરે જોવા મળતો હતો. ફરી વાર આજ રોજ મધ્યરાત્રી ના આ કોબ્રા સાપ બાબુભાઈ ના ઘરની અંદર ઘુસી જતા બાબુભાઈ દ્રારા સપઁ સંરક્ષણ મંડળના અમિતભાઇ સાખટ તથા ફોરેસ્ટ વિભાગ રાજુલા માં જાણ કરતા રાજુલા,R.F.O શ્રી એ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ટીમ ને અડધી રાત ના કોવાયા ગામે જવા ચુચના અને માર્ગદર્શન આપેલ તેમની સાથે નીસ્વાથૅ ભાવે કોઈપણ જાતની અપેક્ષાઓ વગર સેવાઓ આપતાં સર્પ પ્રેમી એવાસર્પ સરક્ષણ મન્ડળના પ્રમુખ એવા અશોકભાઈ સાખટના પુત્ર અમિતભાઇ સાખટ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રાજુલા ની ટીમ ના ગુલ મહમ્મદભાઈ તથા જુનેદભાઈ કુરેશી ની બનેલી ટીમ કોવાયા પહોચી મધ્યરાત્રી સતત ૩ કલાક ની જહેમત બાદ આ કોબ્રા સાપ ને સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી પકડી ને મકાન માલિક બાબુભાઈ ને સાથે રાખી જંગલ વિસ્તાર માં છોડી આવ્યા.આવી ઓન ધ સ્પોટ.૧૦૮ જેવી રાજુલા વન વિભાગ ની કામગીરી થી ઘર માલિક બાબુભાઇ તેમજ કોવાયા ગામના ગ્રામજનોમાં માં પણ વનખાતા ના તેમજ અમિતભાઇ સાખટના લોકમુખે થી પ્રસંચા ના ગુણગાન ગવાઈ રહ્યા છે અને આ કામગીરી થી ભારોભાર સંતોષ વ્યક્ત કરવામા આવી રહ્યો છે. આ દિલધડક રેસ્ક્યુ નજરે જોનારા મા ચોરે ને ચૌટે વનખાતાની તેમજ સર્પ સરક્ષણ મન્ડળ ની વાહ વાહ બોલાઈ રહી છે.
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી