પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે સરપંચના ઘરેથી આઠ લાખના ઘરેણાંની લૂંટ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

         પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે સરપંચના ઘરમાં મળસ્કે ચાર આરોપીઓ ઘૂસી જઈ તેઓની પત્ની નું મોઢું દબાવી સોના ચાંદીના ઘરેણાં તથા રોકડ રૂપિયા મળી કુલ ₹ ૭,૭૯,૭૦૦/- ની ચોરી કરી ફરાર થઈ ગયા છે. 

          પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલા સરપંચ મીનેશભાઈ વેચાતભાઈ રાઠવાના ઘરે મળસ્કે ચાર વાગ્યે અજાણ્યા ચાર ઇસોમો ઘરના પાછળના રસ્તે પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન સરપંચના પત્ની રીમાબેન જાગી જતા, લાઈટ ચાલુ કરવા આગળ જતા હતા, તો તે દરમિયાન ચોરોએ રીમાબેનને પકડી લઇ, મોઢું દબાવી રાખી, પકડી રાખી, જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરેણા અંગે પૂછ્યું હતું. ઘરમાં મુકેલ પતરાની તિજોરીઓના દરવાજા લોખંડની પરાઈ તથા બીજા લોખંડના સાધનોથી તોડી તિજોરીમાં મુકેલા આશરે રોકડ રૂપિયા ૧૧,૦૦૦/- સોનાના ઘરેણા આશરે ૧૨૦ ગ્રામ કિંમત રૂપિયા ૬ લાખ તથા ચાંદીના ઘરે ના આશરે ૨૪૧૦ ગ્રામ કિંમત રૂપિયા ૧,૬૮,૭૦૦/- મળી કુલ ૭,૭૯,૭૦૦/- ની રાત્રી સમય દરમિયાન લૂંટ કરી ત્યાંથી ભાગી ગયા હતા. તેમજ અન્ય બે થી ત્રણ ઘરોમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. 

           આમ, પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે સરપંચ મિનેશભાઈ રાઠવા ને ત્યાં રાત્રિના ચાર ઈસમો પાછલા દરવાજે ઘરમાં પ્રવેશી, મહિલાનું મોઢું દબાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રૂપિયા મળી કુલ ૭,૭૯,૭૦૦/- રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ જતા કરાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.