મુડેઠામાં કુરિવાજ-દારુબંધીનો ઐતિહાસિક નિર્ણય..તા.૧૧/૦૩ /૨૦૨૩ શનિવારના રોજ આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ડીસા તાલુકાના મુડેઠા ગામની કચેરીમાં સમસ્ત ગ્રામજનો એકઠા થયા હતા અને ગ્રામજનોએ સર્વાનુમતે નિર્ણય કર્યો હતો કે આજથી આપણાં ગામમાં સંપૂર્ણ કુરિવાજબંધી અને દારૂબંધી રહેશે..ગામના ક્ષત્રિય દરબાર સમાજની દરેક પાટી ના આગેવાનો સહિત ૫૦૦ થી વધુ ગ્રામજનો ભેગા થયા હતા જેમાં બ્રાહ્મણ, દેસાઈ સહિત દરેક સમાજ ના લોકો પણ હાજર રહ્યાં હતાં.નિયમોનો ભંગ કરે તેમને ગામશાહી રીતે નાત બહાર મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ જેમાં એમની સાથે સારા-ભલા પ્રસંગે વર્તવાનો બહિષ્કાર કરેલ.આ પ્રસંગે શ્રી બાબુસિંહ ઝાલા કપરુપુર ખાસ છેલ્લા એક અઠવાડીયાથી પૂજ્ય ગુરુમહારાજની સાથે રહીને ગામને સમંત કરવામાં સહયોગ આપેલો અને શ્રી નિતીનસિંહ સોલંકીએ આજે ઉપસ્થિત રહીને ગામજોગ મહત્વની વાતો રજૂ કરેલ...થોડાં દિવસોમાં મુડેઠા ગામની વ્યસનમુક્તિ માટેનો મોટો જાહેર કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્ય ના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવેલ.રાજપુત ક્ષત્રિય સમાજના મોટા મથક ગણાતા મુડેઠા ગામમાં આવો ઐતિહાસીક નિર્ણય લેવાતા સમસ્ત બનાસકાંઠા જિલ્લામાં ઘણા મોટા પડઘા પડી રહ્યા છે અને ગામેગામથી આગેવાનો અભિનંદન પાઠવી રહ્યા છે. આગામી જાહેર કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી ગામેગામના આગેવાનોને તેડાવવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેરળના સ્નાતક ગૃહિણીઓ ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા આવક મેળવે છે
કારેલા, રીંગણ, કોબી, કોબીજ, મરચાં, કાકડી, હાથીનો રતાળ, સ્ત્રીની આંગળી, કેળ, કોળું, સાપ, ગોળ,...
પ્રવીણ માળીની ઉપસ્થિતીમા ડીસાથી ભડથ-ડાવસ જતાં રોડની કામગીરી શરૂ અમારા દ્વારા પ્રસિધ્ધ અહેવાલની અસર,!
બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા પંથકમાં લોકોને પડતી રસ્તાની સમસ્યાના નિવારણ માટે અમારા દ્વારા...
Israel Lebanon War : इसराइल के हमलों से बचकर लोग भागे, बोले नेतन्याहू से कह देना, लौटेंगे ज़रूर BBC
Israel Lebanon War : इसराइल के हमलों से बचकर लोग भागे, बोले नेतन्याहू से कह देना, लौटेंगे ज़रूर BBC
दाऊद इब्राहिम को मारने पाकिस्तान पहुंच गया था उत्तराखंड का कुख्यात PP, बना अंडरवर्ल्ड डॉन; आज भी दहशत कायम
कभी छोटा राजन का दाहिना हाथ रहे अंडरवर्ल्ड डॉन प्रकाश पांडे उर्फ पीपी 12 साल से सलाखों में कैद...