તારાપુર ગામની વિવિધ સંસ્થાઓના વિકાસ તથા અપગ્રેડેશન માટે તારાપુર UK બ્રધરહૂડના પ્રતિનિધિઓ સાથે મીટિંગ યોજાઇ હતી

તારીખ 10/03/1023 શુક્રવાર ના રોજ તારાપુર UK બ્રધરહૂડના ખજાનચી અરુણભાઈ બાબુભાઈ અમીન તથા સેક્રેટરી ભીરેનભાઈ પટેલ બંને પ્રતિનિધિઓએ તારાપુરના દાતા શૈલેષભાઇ પટેલ, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી જીગ્નેશભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ રામભાઈ પટેલ સાથે સાર્વજનિક હાઈસ્કૂલમાં મીટિંગ કરી હતી. જેમાં એફ. કે. અમીન હોલનાં રીનોવેશન, તારાપુરની આરોગ્ય સુવિધાઓ, તારાપુર નર્સિંગ કોલેજ, તારાપુરમાં નવી હોસ્પિટલ અને ડાયાલીસીસ સેંટર ઊભું કરવા માટેની ચર્ચા કરવામાં આવી. આ સુવિધાઓ ઉભી કરવા તારાપુર U.K.બ્રધરહૂડના સહયોગ માટેની ચર્ચા કરવામાં આવી. આ મીટિંગ માટે કેળવણી મંડળના પ્રમુખ ભૂપેન્દ્ર ભાઈ પટેલએ વર્ચ્યુઅલ રીતે સાથે રહી માર્ગદર્શન કર્યું હતું.