ભદ્રાવડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતા આજુબાજુના આઠ જેટલા ગામોને આરોગ્યની સુવિધા નો લાભ મળી શકશે.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

બોટાદ જીલ્લો બન્યા પછી આરોગ્યની થોડી ઘણી અસુવિધા ઊભી થતી હતી. અને પહેલા સીએચસી અને પીએચસી સેન્ટરો બોટાદ તાલુકામાં આવેલ હતા. અને ભદ્રાવડી ગામે પણ આરોગ્ય કેન્દ્ર આવેલ હતું. ભદ્રાવડી ગામે આવેલ આરોગ્ય કેન્દ્રપહેલા જૂની બિલ્ડિંગમાં આવેલ હતું. પરંતુ હાલમાં સરકારશ્રી દ્વારા નવી બિલ્ડીંગ બનતા ભદ્રાવડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દરેક જાતની સુવિધા પણ આપવામાં આવેલ છે. જેવી કે લેબોરેટરી, કેશબારી નર્સિંગ રૂમ ,ડોક્ટર રૂમ, ઈમરજન્સી રૂમ, જેવી સુવિધાઓ પણ કરવામાં આવેલ છે જેથી તાત્કાલિક સારવાર લોકોને મળી રહે તેવા હેતુથી ભદ્રાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભદ્રાવડી ગામની આસપાસના આશરે આઠ જેટલા ગામોના નાગરિકોને આ આરોગ્યની સુવિધાનો લાભ મળી શકશે.અહીં ડોક્ટરનો સ્ટાફ, નર્સનો સ્ટાફ ,તેમજ અન્ય જરૂરી ડોકટરનો સ્ટાફ પણ મૂકવામાં આવેલ છે.

બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામે સરપંચના હસ્તે ભદ્રાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવેલ હતું.અને તેના મેડિકલ ઓફિસર તરીકે લાખાણી સાહેબ તેમજ અન્ય ડોક્ટર સ્ટાફને પણ મૂકવામાં આવેલ છે. અને લોકોને જાણકારી પણ આપવામાં આવેલ હતી. કે આજુબાજુના આઠ ગામો સુધી પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શરૂ થયાની જાણ કરવામાં આવેલ છે.!

આમ ભદ્રાવડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતા આજુબાજુના આઠ જેટલા ગામોને આરોગ્યની સુવિધા નો લાભ મળી શકશે.