વડાવળ પાટીયા નજીક રોડ ક્રોસ કરતી એક બાળકીને ટ્રેલર ચાલકે કચડી..... 

બનાસકાંઠા જિલ્લામાં દીનપ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ડીસા તાલુકાના વડાવલ પાટીયા નજીક મોડી સાંજે રોડ ક્રોસ કરી રહેલી એક નાની બાળકીને ટેલર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી

 આ અંગેની મળતી વિગતો પ્રમાણે ડીસા તાલુકાના વડાવળ પાટિયા નજીક મોડી સાંજે રાધે ક્રિષ્ના કોલ્ડ સ્ટોરેજ માં મજુર તરીકે કામ કરતા મૂળ બિહારના સિપોર જિલ્લાના બલભદ્ર પુર ના અશોક અસરફી અને પત્ની સાથે નાની દીકરી સાક્ષી સામાન લઇ આવતા હતા ત્યારે પોતાની માતા ની સાથે રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન ભીલડી તરફથી આવી રહેલ ટેલર નંબર HR 46D 6932 ના ચાલકે ગફલતભરી રીતે હંકારતા નાની દીકરી પર ટ્રેલર ફરી વળતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયું હતું અકસ્માતને લઈ લોકોને ટોળા ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતા હાઇવે ઓથોરિટી અને જિલ્લા હાઇવે ટ્રાફિક પોલીસ આવી પહોંચી ટ્રાફિક નિયંત્રણ ને હળવું કર્યું હતું અને ત્યારબાદ ભીલડી પોલીસ આવી બાળકીને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે