ગેરકાયદેસર ગાંજાના છોડની ખેતી :
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસાના દશાનાવાસ ગામે ખેતરમાંથી ગાંજાના છોડ ઝડપાયા;
1410 છોડ જપ્ત કરી વાવેતર કરનારની અટકાયત કરી
ડીસામાં વધુ એક વાર ગાંજાની ખેતી થતી હોવાનું બહાર આવ્યું છે. જેમાં દશાનાવાસ ગામે ખેતરમાંથી 25.250 કિલો જેટલા ગાંજાના છોડ સાથે એક શખ્સની અટકાયત કરી છે. તેમજ 2.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના દશાનાવાસ ગામેથી ગાંજાની ખેતી કરતા શખ્સની પોલીસે અટકાયત કરી છે. SOGની ટીમ રાત્રિના સમયે ઝેરડા ગામે થયેલી હત્યાના આરોપીઓની શોધખોળમાં હતી. તે સમયે દશાનાવાસ ગામ પાસે એક ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની માહિતી મળી હતી.
જેથી ટીમે તપાસ કરતા દેવાજી ઉર્ફે દેવુસિંહ ચતુરજી ઠાકોરના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર થયું હોવાનું માલુમ પડ્યું હતું. જ્યાં જઇ તપાસ કરતા ખેતરમાંથી 1410 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેથી પોલીસે ખેતર માલિક દેવાજી ઠાકોરની અટકાયત કરી હતી.
SOGની ટીમે ખેતરમાં વાવેલા 25.250 કિલોગ્રામ ગાંજાના છોડના જથ્થા સાથે કુલ 2.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આરોપીની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ અમૃત માળી ડીસા