જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે વિવિધ વિભાગો દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે ખાસ શરીર નું આરોગ્ય નિરોગી રહે તે માટે યોગ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ કસરત કરવાથી શરીર ને થતા ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ કસરત ની એક્ટિવિટી પણ કરાવવામાં આવી હતી તેમજ કેન્સર ,મધુપ્રમેહ,રદયરોગ,તેમજ લકવા માટે ની સાવચેતી અને નિયંત્રણ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમ માળીયા હાટીના શહેર ની મહિલાઓ ની ખાસી હાજરી જોવા મળી હતી
ત્યારે આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર શ્રી પીનાક મેડમ, ડૉ આશીસ પરમાર સાહેબ ,ડૉ સુરભીબેન ઝાલા,ડો પાયલ મેડમ, તથા LCD સ્ટાફ હાજર રહિયા હતા અને મહિલાઓ ને માહિતગાર કર્યા હતા