તારાપુર વટામણ હાઇવે પર 24 કલાકમાં અકસ્માતોની વણજાર અકસ્માતના બનેલા પાંચ બનાવમાં 2ના મોત તેમજ 15 થી વધુ ઈજાગ્રસ્ત થયા...
*પ્રથમ બનાવ...* તારાપુર વટામણ હાઈવે પર ટોલ ગામના બ્રીજની આગળ ગત રાત્રે સાડા સાત વાગે ટ્રેક્ટર પાછળ કાર અથડાઇ ટ્રેક્ટર ચાલકને ઈજાઓ..
*બીજો બનાવ..* તારાપુર વટામણ હાઈવે પર ટોલ ગામ નજીક ઉપરોક્ત બનાવમાં અથડાયેલ બન્ને વાહનોના કારણે એક પટ્ટી નો રોડ ચાલું હતો જે સમયે ટ્રક પાછળ એસ.ટી.બસ જતી હતી જે બસ પાછળ આવી રહેલ ટેન્કર ધડાકા સાથે અથડાઇ તેજ સમયે બીજી એક ટેન્કર આગળની ટેન્કર ને અથડાઇ જે અકસ્માતમાં 12 લોકોને ઈજાઓ થયેલ...
*ત્રીજા બનાવમાં* આજે સવારના સુમારે વટામણ તરફથી આવતી આઇસર તારાપુર ચોકડી ગોકુલ હોટલ નજીક આવી હતી અને હાઇવે પર દોરેલ પીળા રીફરેટર જોઈ આઇસર ધીમી પાડતા પાછળ આવતી ટ્રકની ટક્કર વાગતાં આઇસર રોડ પર આગળ મારેલ હાઈવેના બોર્ડ સાથે અથડાઇ બન્ને વાહનોને નુકશાન બન્ને ચાલકોને સામાન્ય ઈજાઓ થયેલ..
*ચોથા બનાવમાં* આજે બપોરના સમયે તારાપુર વટામણ હાઈવે પર ઈસરવાડા બ્રીજ પાસે બે મોટરસાયકલ અથડાયા બે ઈજાગ્રસ્ત થયા હતા....
*પાંચમા બનાવમાં* તારાપુર ઈસરવાડા પાસે આઈસરમા સીએનજી ગેસ ખતમ થઈ જતાં ગુજરાત સીએનજી પંપ પાસે આઇસરને પાછળથી ધક્કો મારતાં યુવકોને પાછળથી અન્ય એક આઇસરે ટક્કર મારતાં બે યુવકનાં ધટના સ્થળે મોત નિપજ્યા તેમજ એક યુવક ગંભીર ઈજાગ્રસ્ત થતા 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો..
આમ તારાપુર વટામણ હાઈવે પર અકસ્માતની વણજાર થવા પામી હતી...
(ખાસ રિપોર્ટ: ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ પત્રકાર તારાપુર)