અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૦૫૩/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામે ગઇ તા.૨૩/૦૧/૨૦૨૩ નાં રોજ અમરેલી તાલુકાના રાંઢીયા ગામેથી ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી, નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે ગઇ તા.૦૪/૦૩/૨૦૨૩ ના રોજ વાંકાનેર તાલુકાના મકનસર ગામેથી પકડી પાડી, પકડાયેલ આરોપી તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ આરોપીની વિગતઃ-
કિરણ ઉર્ફે કરણ રત્નાભાઈ ઉર્ફે રતાભાઇ સોહલીયા, ઉ.વ.૨૧, રહે.બાબરા, કરીયાણા રોડ, તા.બાબરા, જિ.અમરેલી, હાલ રહે.મકનસર, તા.વાંકાનેર, જિ.મોરબી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.