દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળાને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જનાર આરોપીને પોલીસે બાતમી હકીકતના આધારે ઝડપી પાડ્યો હતો..

પોલીસે હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા 

મહાનિરીક્ષક સરહદી રેંજના જે.આર.મોથલીયા તેમજ પોલીસ અધિક્ષક અક્ષયરાજે જિલ્લામાં ગુમ તથા અપહરણના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીત શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને ડો કુશલ આર.ઓઝા નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસાનાઓ તથા એસ.એમ.ચૌધરી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર ડીસા નાઓના માર્ગદર્શન મુજબ એસ.ડી.ચૌધરી પોલિસ સબ ઇન્ચાર્જ દાંતીવાડા પોલીસ સ્ટેશન નાઓ તથા દાંતીવાડા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 15 વર્ષની ભોગબનનાર બાળાને આરોપી મહેશભાઇ ઉર્ફે પીન્ટુ ઘાડીયા લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયેલ હોય જે અન્વયે આરોપી વિરૂધ્ધમા દાંતીવાડા પોલીસ સ્ટેશને અપહરણ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે આરોપી તથા ભોગબનનારની વોચ તપાસમાં પોલીસ હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે આરોપીને ગણતરીના કલાકોમા પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીને દાંતીવાડા પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.