સોમનાથ ભાવનગર હાઇવે પર ઉનાના રાણવશી ગામના પાટિયા નજીક એક કાર ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઈક સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. કાર સ્પીડમાં આવતી હોય અકસ્માત સર્જાતા હાઇવેથી 50 ફુટ દૂર કાર ફંગોળાઈ જઈ દિવાલ સાથે અથડાતા પલ્ટી ખાઈ કારમાં ચાલકોને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલું છે.ઉનાના સોનારી ગામે રહેતા દેગણભાઇ વીરાભાઇ સોલંકી બાઈક પર સીમાસીથી પરત પોતાના ગામે ઘરે જતાં હતાં. ત્યારે તાલુકાના રાણવશી ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે બાઇકને અડફેટે લેતાં અસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક દેગણભાઇને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ઉના હોસ્પિટલે ખસેડાયેલા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ.આ અકસ્માતમાં કાર એટલી સ્પીડમાં હતી કે હાઇવે રોડ પરથી પાંચ જેટલી ગુલાંટ મારતાં રોડની સાઈડમાં પચાસ ફૂટ દૂર ફંગોળાઇ ગયેલી અને વાડીની દીવાલમાં ધડાકાભેર અથડાતા પલટી ખાઇ ગઈ હતી. તેમજ કાર ચાલક જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યના પુત્ર અલ્પેશભાઈ હરિભાઈ ચોહાણને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલા હોવાનું જાણવા મળેલું છે. આ બનાવ અંગે મૃતકના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરેલી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market Cautiousness Alert | बाजार में इस वक्त क्यों रहना होगा सतर्क? छुपा है कोई खतरा?
Share Market Cautiousness Alert | बाजार में इस वक्त क्यों रहना होगा सतर्क? छुपा है कोई खतरा?
Felicitation ceremony of HSLC & HS Final Examination students
Bhaira kunda block youth cell UPPL is Felicitation of securing first division students at...
દાહોદ જિલ્લા ભાજપના કમલમ કાર્યાલયનું ઉદઘાટન કાર્યક્રમ માટેની પ્રેસ કોન્ફરન્સ 2022 | Spark Today News
દાહોદ જિલ્લા ભાજપના કમલમ કાર્યાલયનું ઉદઘાટન કાર્યક્રમ માટેની પ્રેસ કોન્ફરન્સ 2022 | Spark Today News