આજે સ્પોર્ટ દિવસ છે ત્યારે બાળકો સ્પોર્ટ ક્ષેત્રે આગળ વધે તેમજ તેમની શારીરિક તદુરસ્તી જળવાય રહે અને ભવિષ્ય માં સ્પોર્ટ ક્ષેત્રમાં કારકીર્દી બનાવે તે હેતુ સાથે ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ દ્વારા હંમેશા પ્રયત્નો કરવામાં આવી રહિયા છે ત્યારે આજના આ  પ્રશ્ગે આરોગ્ય વિભાગ ના તાલુકા હેલ્થ ઓફિસર આભા મેડમ દ્વારા મશાલ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવી હતી તેમજ આવેલા મહેમાનો ને સ્કૂલ ના સ્ટાફ દ્વારા પુષ્પ ગુંચ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે બાળકો દ્વારા સ્પોર્ટ ડે નિમિતે જુદી જુદી સ્પર્ધાઓ જેમાં 100 મીટર 200 મીટર અને 400 મીટર દોડ સાથે લોગ જમ્પ,હાઈ જમ્પ,કોથળા દોડ,સહિત સ્પોર્ટ ની એક્ટિવિટી રજૂ કરવામાં આવી હતી ત્યારે સ્પોર્ટ એક્ટિવિટી માં ભાગ લેનાર બાળકોમાં વિજેતા બાળકો કે જેમને પ્રથમ બીજો અને ત્રીજો રેન્ક મેળવ્યો હતો તેમને મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જ્યારે આ પ્રશ્ગે આરોગ્ય વિભાગ ના તાલુકા હેલ્થ ઓફિસર આભા મેડમ દ્વારા જણાવાયું હતું કે બાળકોની તદુરસ્તી જળવાય અને સ્પોર્ટ ક્ષેત્રે ખૂબ આગળ વધે તે માટે સ્કૂલ દ્વારા કરવામાં આવતા પ્રયત્નો ખૂબ સરાહનીય છે તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય ની કામના કરું છું આ સાથે ગિરનાર મીડીયમ સ્કૂલ ના સેક્રેટરી સદરૂભાઈ પડાણીયા દ્વારા જણાવાયું હતું કે સ્પોર્ટ પ્રોગ્રામ ની અંદર દરેક બાળકોએ ભાગ લેવો જોઈએ કેમ કે સ્પોર્ટ માં ઘણા ફાયદાઓ થાય છે ત્યારે આજે બાળકોએ બહોળી શખ્યામાં ભાગ લીધો છે ત્યારે હું તેમને ધન્યવાદ આપું છું.

જ્યારે આ પ્રશ્ગે સ્કૂલ ના આચાર્ય અશોક સીદે દ્વારા બાળકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે બાળકો મોબાઈલનો ઉપયોગ ટાળે અને અભ્યાસ માં વધુ ધ્યાન આપે તેમજ સ્પોર્ટ એક્ટિવિટી માટે સ્કૂલ દ્વારા હંમેશા પ્રયત્નો કરવામાં આવી રહિયા છે ત્યારે વાલીઓ પણ આ બાબતે જાગૃત બને .જ્યારે આ કાર્યક્રમ દરમિયાન બાળકો માં ખાસ ઉત્સાહ જોવા મળિયો હતો.