ખંભાત તાલુકાના મૂળ ઉંદેલ ગામના વતની અને હાલ આણંદ શહેર ખાતે રહેતા એક યુવકને એક શખ્સે દુબઈ ખાતેની કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ દિવસે નાણાં મેળવી 4.43 લાખ ઉપરાંતની રકમ લીધા બાદ નોકરી નહિ અપાવી તેમજ નાણાં પરત ન આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઇ છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મળતી માહિતીનુસાર, ખંભાત તાલુકાના ઉંદેલ ગામના વતની અને હાલ આણંદ સોજીત્રા રોડ પર આવેલ દેવ શિખર સોસાયટી ખાતે રહેતા નિમેષકુમાર નરેન્દ્રભાઇ પટેલ ખંભાત સોખડાની જી.આઈ.ડી.સીમાં આવેલ એક ફાર્મામાં આસી. મેનેજર તરીકે ફરજ બજાવે છે.૧૭મી ડિસેમ્બરે ૨૦૨૨ના રોજ તેઓએ તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર દુબઈની એક કંપનીમાં નોકરી માટેની જાહેરાત જોઈ હતી.રસ ધરાવતા લોકોએ બાયોડેટા મોકલી આપવાનું જાહેરાતમાં જણાવ્યું હતું.જેથી નિમેષકુમારે પોતાનો બાયોડેટા મેઈલ મારફતે મોકલી આપ્યો હતો.ત્યારબાદ વીડિયો કોલ મારફતે ઇન્ટરવ્યૂ તેમજ ઈમેલ આઈ ડી પર ઓફર લેટર મેઈલ કર્યો હતો.ત્યારબાદ વીડિયો કોલ મારફતે યુ.એ.ઇ એમ્બસી ન્યુ દિલ્હીમાં એન્ટ્રી પેટે રૂ.૨૦૦૧૦ ભરવાના છે તેમ જણાવ્યું હતું.જેથી નિમેષ ફોન પે મારફતે નાણાં ભર્યા હતા.ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે, હોટલ બુકીંગના નામે, વિઝા સ્ટેમ્પના નામે, દુબઇ ખાતે એકાઉન્ટ ખોલવાના નામે અલગ અલગ રકમ ભરાવી રૂ.૪.૪૩ લાખ પડાવી લીધા હતા.જે બાદ નોકરી ન મળતા કે નાણાં પરત ન આપતા નિમેષે સાયબર ક્રાઈમ આણંદ ખાતે ફરિયાદ કરી હતી.