સંતરામપુર(પ)ના ગોઠીબ ગામે પાડીના કરાયેલા આ મારણમાં ક્યાંક.......

મહીસાગરમાં "ટાઈગર અભી ઝીંદા હૈ'' ના આશાવાદની ચર્ચાઓ અત્યારે તો વન કર્મચારીઓની હડતાળમાં અધૂરી વાર્તાઓ જેવી છે.!!

મહીસાગરમાં "ટાઈગર અભી જીંદા હૈ'' ના શરૂ થયેલા આનંદના આશાવાદમાં વન વિભાગ સત્તાવાર સમર્થન આપતું નથી, પરંતુ પાંડરવાડાના જંગલ વિસ્તારના સ્થાનિક રહીશોના "વાઘ" જ મારણ કરી રહયો હોવાની આશાવાદની આ રજૂઆતો નાઈટ વિઝન ટ્રેપીંગ કેમેરાઓમાં કેદ થાય આ જોવાતી આશાઓ વચ્ચે સંતરામપુર તાલુકાના ગોઠીબ રેન્જમાં એક સપ્તાહ પૂર્વે એક પાડીના થયેલા મારણની ઘટનાના અનુભવી દ્રશ્યો જોયા બાદ ખૂદ વન વિભાગના કર્મચારીઓમાં અંદરોઅંદર "ટાઈગર અભી જીંદા હૈ" ના મતમતાંતરો શરૂ થવા પામી છે એમાં આંતરીક દલીલોની ચર્ચાઓ એવી છે કે બાળ વાઘ દ્વારા આ પાડીનું મારણ કરાયું હોય અગર તો પાંચ વર્ષ ઉપરાંત આયુષ્ય ધરાવતા દીપડો પણ હોઈ શકે એવી સંભાવનાઓ વન કર્મચારીઓની હડતાળ વચ્ચે અત્યારે અટવાઈ ગઈ છે.!! મહીસાગરના જંગલ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે રહેતા સ્થાનિક રહીશોના ભલે એક "વાઘ" મૃત્યુ પામ્યો પરંતુ "ટાઈગર અભી જીંદા હૈ" ની આશાવાદ જેવી રજૂઆતો વચ્ચે એક સપ્તાહ પૂર્વે સંતરામપુર (પ)ના ગોઠીબ ગામે એક પાડીનું મારણ "વાઘે" કર્યુ હોવાની ખબરો સાથે વન વિભાગનો કાફલો દોડી ગયો હતો. એમાં પાડીનું મારણ ગળા નીચેથી દબાવી દઈને શિકાર કરવાની પધ્ધતિ અને પાસેથી મળી આવેલા પગલાંઓ (ફૂટ પ્રિન્ટ) ના દ્રશ્યો જોયા બાદ ખૂદ વન વિભાગના કર્મચારીઓમાં આ પાડીનું મારણ બે વર્ષ કરતા વધુ વયના બાળ વાઘ દ્વારા કે પછી અંદાઝે ૬ વર્ષના દીપડા દ્વારા કરવામાં આવ્યા હોવાના મતમતાંતરો અત્યારે વન કર્મચારીઓની હડતાળમાં અટવાઈ ગયા હોવાની ગુફતેગુઓ છે.!!