ડીસામાં વધુ ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ....

ડીસા શહેરની કચ્છી કોલોની વિસ્તારમાં આવેલી નાકોડાજી સોસાયટીમાં રહેતા પ્રદીપકુમાર રણછોડજી રાજગોરે વર્ષ 2013માં તેઓના સંબંધી અને વ્યાજ વટાવ નાણાં ધીરધાર નો ધંધો કરતા રાજેશકુમાર હેમરાજ પ્રજાપતિ ,હેમરાજભાઈ લાલજીભાઈ પ્રજાપતિ,મનોજ હેમરાજભાઈ પ્રજાપતિ રહે.ગ્રીનસીટી, શુભમ પાર્ટી પ્લોટ પાસે,ડીસા પાસેથી રૂપિયા 4.60 લાખ વ્યાજે લીધા હતા. જેમાં તેને પ્રોમિસરી નોટ, કોરા ચેક તેમજ કોરા કાગળ પર સહીઓ કરીને લખીને આપી હતી. ત્યારબાદ માસિક 3% ના વ્યાજે એક વર્ષ બાદ તેઓએ રૂપિયા 4.60 અને એક મૂડી અને રૂપિયા 1,78,000 વ્યાજ ગણી રૂપિયા 5,38,000 લેવાના નીકળતા હોય રાજેશ પ્રજાપતિ ના પિતા હેમરાજભાઈએ તેને ડીસાના વેલુનગર વાળું મકાન વેચવા માટે સમજાવ્યો હતો. તેમજ મકાન વેચશે તો તેનું મૂડી અને વ્યાજ ભરાઈ જશે ઉપરાંત બાકીના પૈસા હાથ ઉપર હશે તો કઈ ધંધો પણ કરી શકશે તેમ સમજાવી રૂપિયા 40 લાખની કિંમતમાં મકાન વેચાવ્યું હતું. જેમાંથી તેઓની મૂડી વ્યાજ તેમજ મકાન દલાલી ના પૈસા કાપી બાકીના પૈસા આપવાના હતા .

જો કે બંને વચ્ચે સંબંધો સારા હોય તેઓએ પૈસા તરત આપ્યા નહતા. અને ત્યારબાદ નોટબંધી આવી ગઈ છે તેમ જણાવી ગલ્લા તલ્લા કરતા રહ્યા હતા.

 ત્યારબાદ પ્રદીપ રાજગોરે પૈસા માંગતા તેઓએ હજુ પણ મૂડી અને વ્યાજ લેવાના નીકળે છે અને જો તું નહીં માને તો તારા કોરા ચેક પ્રોમિસરી નોટ કોરા કાગળ પર સહી વગેરે અમારી પાસે પડી છે તેમ જણાવી ગમે તે કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા પ્રદીપ રાજગોરે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે રાજેશકુમાર હેમરાજભાઈ પ્રજાપતિ,હેમરાજભાઈ લાલજીભાઈ પ્રજાપતિ અને મનોજ હેમરાજભાઈ પ્રજાપતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.