મહેસાણાની એલસીબી પોલીસે રિક્ષામાં લઇ જવાતો દારુ ઝડપી પાડ્યો છે. જેમાં ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરી કુલ રૂપિયા 2 લાખ 55 હજાર 235નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મહેસાણા જિલ્લામાં દારૂની બંદીને દામવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મહેસાણા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરી મહેસાણાથી વિસનગર મોકલવામાં આવી રહ્યો છે. ત્યારબાદ મહેસાણા એલસીબી દ્વારા વિસનગરની મહેસાણા ચોકડી નજીક દારૂ ભરીને આવતી રિક્ષાને કોર્ડન કરવા પ્રયત્ન કર્યા હતો. જોકે, રિક્ષા ચાલકને સામે રસ્તા પર પોલીસ વોચ પર હોવાની ખબર પડી ગઈ હતી. જેથી તે રોડની સાઈડમાં આવેલા નેળિયામાં રિક્ષા લઈ જવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે રિક્ષાચાલકનું પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો.

​​​​​​​આ સમગ્ર મામલે દારુ મંગાવનાર બુટલેગર રિક્ષામાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે રિક્ષામાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવતા એલસીબી દ્વારા રિક્ષા ચાલકની અટકાયત કરાઈ હતી અને વિદેશી દારૂના ટીન નંગ 217 કિંમત રૂપિયા 45 હજાર 235, એક રિક્ષા અને એક મોબાઈલ મળી કુલ ₹2 લાખ 55 હજાર 235નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ દારૂ રિક્ષામાં લઇ આવનાર કાના ઠાકોરની અટકાયત કરી હતી. દારૂ સપ્લાયર કરનારા અજીત અને દારૂ મંગાવનારા અશોક ઠાકોર અને ચહેરાજી ઠાકોર મળી ત્રણેય વોન્ટેડ બતાવી કુલ ચાર શખ્સો સામે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી તપાસ કરવામાં આવી છે.