હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને વવાજોડા બાબતે  તારીખ 03.03.2023 થી  તારીખ 06.03.2023 સુધી ની આગાહી કરવામાં આવી હતી ત્યારે આગાહી ને લઈ ને ગુજરાત ના ઘણા ખરા ભાગો માં કમોસમી વરસાદ પડ્યો હતો  જેમાં ભેસાણ તાલુકા માં તારીખ 05.03.2023 જૂનાગઢ જિલ્લા ના ભેસાણ તાલુકા અને વિસાવદર તાલુકા માં જોરદાર વરસાદ પડ્યો હતો ત્યારે ભેસાણ તાલુકા ના ગામડાઓમાં ચુડા સોરઠ ગામે કમોસમી વરસાદ ને લઈ ને ખેતી માં વ્યાપક પ્રમાણ માં નુકશાન જોવા મળ્યું હતું જેમાં ખેડૂતો ના શિયાળુ પાક ધાણા ,ચણા, એરંડા ,ડુંગળી ,લસણ જેવા પાકો ના વાવેતર માં ખૂબ વ્યાપક પ્રમાણ માં નુકશાન થતા ખેડૂતો ને રાતે પાણીએ રડવાનો વારો આવ્યો હતો.સાથે સાથે ખેડૂતો નો હોળી અને ધુળેટી નો તહેવાર આનંદ સાથે ઉજવી શક્યા ન હતા

ચાર ચાર મહિના ખેડુતો દ્વારા કરવામાં આવેલી મહેનત ના અંતે ત્યાર થયેલા પાક માં અચાનક કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ની મહેનત પર પાણી ફરી વળ્યું હતું જ્યારે આવી આફત ના સમયે ખેડૂતો ને એક અને એક જ માત્ર આશા સરકાર ની હોય છે જ્યારે ખેડૂતો ના જણાવ્યા પ્રમાણે દર વર્ષે શિયાળુ પાક ત્યાર થતા કમોસમી વરસાદ થાય છે પરંતુ આ વખત વરસાદ નું પ્રમાણ વધારે હતું ત્યારે સોવરાષ્ટ્ર ના મોટા ભાગ ના ગામડાઓમાં વ્યાપક નુકશાન થયું હોય તેવી આશનકા સેવાઈ રહી છે ત્યારે ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે કે નુકશાન થયેલા વિસ્તારો માં તાત્કાલિક સર્વે કરવામાં આવે અને પૂરતા પ્રમાણ માં સહાય આપવામાં આવે 

ભેસાણ તાલુકા ના ખેડૂતો દ્વારા આજે ભેસાણ મામલતદાર શ્રી ને કમોસમી વરસાદ થી થયેલા નુકસાન અંગે આવેદન આપ્યું હતું ત્યારે ચુડા ગામ ના સરપંચ ,ઉપ સરપંચ સહિત ગ્રામજનો અને ખેડૂતો બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા