ઋષિકેશ ખાતે ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ 2023 નું સ્વામી સચ્ચિદાનંદજી અને સાધ્વીજીના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું છે જેમાં સમગ્ર વિશ્વના 94 જેટલા દેશો આ ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલમાં હિસ્સો લઈ રહ્યા છે જેમાં સમગ્ર ભારત ભરમાંથી એક માત્ર ભારત સહિત ગુજરાત અને પંચમહાલ તેમજ હાલોલનું ગૌરવ ગણાતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્ય કલાકાર ભરતભાઈ બારીયા અને અક્ષય પટેલની બેલડીને તેઓની નૃત્યાવલી ટીમ સાથે ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલમાં પોતાના અદભુત નૃત્યનું કૌશલ્ય બતાવી પ્રદર્શન કરવાની તક સાથે ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ભારત ભરમાંથી એકમાત્ર ગુજરાતી અને તે પણ સ્થાનિક હાલોલ પંચમહાલના મોરલા ગણાતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો ભરતભાઈ બારીયા અને અક્ષય પટેલને ગૌરવ પ્રદાન કરતા વિશ્વ સ્તરના ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલમાં આમંત્રિત કરાતા સમગ્ર પંચમહાલ સહિત હાલોલ પંથકમાં ખુશી સાથે ગૌરવની લાગણી વ્યાપી જવા પામી છે અને સૌ કોઈએ આ બન્ને દિગ્ગજ કલાકારોને શુભેચ્છાઓ પાઠવી છે જ્યારે આજ રોજ ઋષિકેશના ગંગાઘાટ ખાતે ભરત બારિયા અને અક્ષય પટેલની બેલડી દ્વારા ગંગા આરતીનું નૃત્યનું પ્રદર્શન કરાશે તેમજ 10મી માર્ચના રોજ પણ તેઓનું અદભુત નૃત્ય પ્રદર્શન યોગા ફેસ્ટિવલ સંદર્ભે કરવામાં આવનાર હોવાની માહિતી મળવા પામી છે.