ધાનેરાની નવદીપ સ્કૂલ ખાતે આજે ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા સ્ટાફ તેમજ બાળકોએ એકબીજા પર કલર ઉડાડી ધુળેટી પર્વની ઉજવણી કરી હતી અને ડીજેના તાલે ઘુમ્યા હતા

વી.ઓ- જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તહેવારોનું મહત્વ ઓછું થતું જાય છે ત્યારે વર્ષો જૂની પરંપરા મુજબ તહેવારોનું મહત્વ ટકી રહે તેવા ઉદ્દેશો સાથે શાળા કોલેજોમાં પણ હવે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ધાનેરાની નવદિપ સ્કૂલ ખાતે પણ ધુલેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો અને શાળા સ્ટાફ દ્વારા એકબીજા પર કલર નાખી ધૂળેટી પર્વ મનાવ્યું હતું. તો બીજી તરફ શાળા સ્ટાફ તેમજ બાળકો ડીજે ના તાલે ઘૂમ્યા હતાં અને ધૂળેટીના પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી હતી