ખંભાત તાલુકાના ખટનાલ ગામના જીતપુરા મોભિયા સીમમાં રહેતા ૨૫ વર્ષીય નીતિન લાલજીભાઈ ઠાકોરની પત્ની દક્ષાની શીનવારે રાત્રે જેઠ સંજય ઠાકોર દ્વારા કુહાડીના બેથી ત્રણ ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી.આ બનાવ બાદ શખ્સ ફરાર થઈ ગયો હતો જેને ખંભાત ગ્રામ્ય પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો હતો.ત્યારબાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી આગામી ૯મી માર્ચ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
(સલમાન પઠાણ-ખંભાત)