દાહોદ શહેર માં દબાણ હટાવવાની કામગીરી યથાવત આજે ભગીની સમાજ થી તળાવ રોડ ના દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઈ, દાહોદ શહેર માં સ્માર્ટ સિટી અંતર્ગત નવીન રસ્તા ઓ ને પગલે શહેર માં પાકા દબાણો તોડવાની કામગીરી ચાલી રહી છે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ત્યારે આજે દાહોદ ના બીરસા મુંડા સર્કલ ભગીની સમાજ થી તળાવ તરફ ના માર્ગ ઉપર પાકા દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રાંત અધિકારી સહિત ની ટીમો પહોંચી ત્યારે લોકો તાત્કાલિક પોતાના ઘર અને દુકાન નો સમાન બહાર કાઢવા માટે દોડધામ મચી ગઇ હતી પરિવારજનો એ રડતા મોઢે પોતાના ઘર નો સામાન રસ્તા ઉપર અને શાળા ના કેમ્પસ મા જ્યાં જગ્યા મળી ત્યાં ખસેડી ને મૂક્યો હતો તો બીજી તરફ દરગાહ ઉપર બુલડોઝર ફરતા મુસ્લિમ સમાજ ના લોકો મા રોષ જોવા મળ્યો હતો અને યુવાનો એ બુલડોઝર રોકાવી જાતે મઝાર સહિત નો પવિત્ર સામાન ખસેડાયો હતો નગીના મસ્જિદ નો ભાગ તોડવા માટે બુલડોઝર પહોચ્યું ત્યારે મુસ્લિમ સમાજ ના લોકો એ જાતે તોડવાની શરુઆત કરી હતી અને બુલડોઝર ને અટકાવ્યું હતું ભારે ઉત્તેજના અને રકઝક ના દ્ર્શ્યો વચ્ચે દબાણ તોડવાની કામગીરી યથાવત રહી હતી