પત્રકાર એકતા સંગઠનનું 16 મુ જિલ્લા અધિવેશન અમરેલી જિલ્લાના શાંતાબા ગજેરા હોલમાં સાંસદ સહિત તમામ અમરેલી જિલ્લાના ધારાસભ્યો,આમંત્રિત મહેમાનો,વરિષ્ઠ પત્રકારો,વકીલોને ગુજરાતભરના જિલ્લા પ્રમુખો,ઝોન પ્રભારીઓ,પ્રદેશ હોદ્દેદારો,મહિલા વિગ,આઇ. ટી.સેલ,લીગલ સેલની હાજરી તેમજ અમરેલી જિલ્લાના તમામ પત્રકારોની વિશાળ હાજરી સાથે યોજાયું..

    કાર્યક્રમના પ્રારંભે ફૂલછોડ સસ્તા દરે વિતરણ કરતી રાજકોટની સંસ્થાના ફૂલ છોડ વિતરણ બાદ હોલમાં મહેમાનો,રાજકીય આગેવાનો અને પ્રદેશ હોદ્દેદારો,જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અધિવેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો..

   મંચસ્થ મહેમાનોનું ફૂલહાર,પુષ્પ ગુચ્છ,અને સ્મૃતિ ભેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું..અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો સાંસદ નારણ ભાઈ કાછડીયાએ ચોથી જાગીરનું સ્થાન ધરાવતા પત્રકારત્વને શુભેચ્છાઓ પાઠવી મજબૂત સંગઠનનો આશાવાદ વ્યક્ત કર્યો હતો,વિરજીભાઈ ઠુમ્મર દ્વારા સંગઠનને બિરદાવી જિલ્લાના તમામ પત્રકારો પ્રથમવાર એકમંચ પર જોવાનો અવસર પ્રાપ્તથયાની ખુશી વ્યક્ત કરી પત્રકારત્વનું દેશમાં ખૂબ મહત્વનું યોગદાન હોવાનું કહી શુભેચ્છા પાઠવી હતી, સાવાર કુંડલા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાએ એક પ્રવકતાની શૈલીમાં પત્રકારત્વની જરૂરિયાત,યોગદાન,સંગઠનને શુભેચ્છાઓ પાઠવી હતી..જે.વી કાકડીયા,જનક ભાઈ તળાવિયા અને અધ્યક્ષ સ્થાને બિરાજતા ઉપદંડક શ્રી કૌશિક વેકરીયા દ્વારા આ અધિવેશનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આર્થિક યોગદાન આપી સફળ બનાવવા તેમજ જિલ્લા ના પત્રકારો નાના કે મોટા તમામને સારી સન્માન જનક ગિફ્ટની વ્યવસ્થા દાતાઓ દ્વારા કરવામાં આવી હતી..

   મંચસ્થ મહેમાનોને સ્મૃતિ ભેટ,ઘડિયાળ સાથે ચાંદીનો સિક્કો આપી સન્માનિત કર્યા હતા જ્યારે તમામ પત્રકારોને બે પ્રવાસી બેગ,લેપટોપ કીટ,સહિત ભેટ આપી સન્માનિત કર્યા હતા..

    પ્રદેશ પ્રભારી ગૌરાંગ પંડ્યા દ્વારા આ સંગઠનની આછેરી જલક રજૂ કરી આગામી આયોમો સર કરનારી સંસ્થા માં સૌ પત્રકારો ને જોડાવા હાકલ કરી હતી,પીળું પત્રકારત્વ પત્રકાર જગતને કલંકિત કરે છે,જેને આ સંગઠન ક્યારેય સમર્થન કરતું નથી તેવી સ્પષ્ટતા કરી હતી..

    જિલ્લા પ્રભારી આર.બી રાઠોડ,જોન પ્રભારી,સહ પ્રભારી, કોર્ડીનેટરને પણ આ તકે ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉપસ્થિત ૧૫ જેટલા જિલ્લાના પ્રમુખોને એક સાથે સન્માનિત કર્યા હતા,તેમજ પ્રદેશ હોદ્દેદારોનું,મહિલા વિગ પ્રમુખ કાજલ વૈષ્ણવનું અને દરેક જિલ્લા માંથી ઉપસ્થિત હોદ્દેદારોનું સન્માન સ્ટેજ પર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાં જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ ઉપસ્થિત રહ્યા અને પત્રકારોની ભૂમિકા પોલીસ માટે ખૂબ મહત્વની હોય ખૂબ સહયોગ મળતો હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો..

  છેલ્લે પ્રદેશ અધ્યક્ષ તેની સંગઠનની ગાઈડ લાઈન,બનતી ઘટનાઓ,નાના મોટાના ભેદભાવ વિનાનું સંગઠન અને બોગસ પત્રકારોની ભૂમિકાની વિગતે રજૂઆત બાદ પોતાના સંગઠનની કામ કરવાની રીત,ગાઈડ લાઈન રજુકરી પરિવાર ભાવે ભેળાં બેસી શકે ત્યારે સંગઠન થયું કહેવાય,"જેના અન્ન ભેળાં એના મન ભેળાં" કહેવત સાથે દરેક જિલ્લામાં ત્રણ ત્રણવાર મીટીંગો યોજી સંગઠનને આખરી સ્વરૂપ આપી અધિવેશનનો પ્રારંભ અરવલ્લી જિલ્લાથી શરૂ કરી આજે જિલ્લા અધિવેશનમાં અમરેલી અધિવેશન ૧૬ મું જિલ્લા અધિવેશન છે,જેમાં પત્રકારોને ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેવી ગિફ્ટ આપી સન્માનિત કર્યા છે.

   આ સંગઠન પત્રકારો ના ૧૪ માંગણીઓ સરકાર સમક્ષ, પત્ર થી,આવેદનના માધ્યમથી દરેક જિલ્લા માંથી,ત્યારબાદ ધારાસભ્યો કે સાંસદ સભ્યોના ભલામણ પત્રો અને છેલ્લે ત્રણ ત્રણ બેઠકો ટેબલ ટોક માટે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે ચર્ચા કરી ચુંટણી આચારસંહિતા સુધી મથામણ કરી છે,જે બાબતે ફરી આગળ વધવા અને સમસ્યાઓનો ઉકેલ એજ પત્રકારોનું સાચું સન્માન હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો..

    રાજ્ય નું સૌથી સક્રિય,આયોજન પૂર્વક સૌને સાથે રાખી કામ કરતું એક માત્ર સંગઠન પત્રકાર એકતા પરિષદ છે,જે ૩૩ જિલ્લામાં જિલ્લા કારોબારી,252 તાલુકામાં તાલુકા કારોબારી અને ૧૨ ઝોન તેમજ પ્રદેશ મહિલા વિગ,આઇ. ટી સેલ..લીગલ સેલ સાથે કાર્યરત છે. છેલ્લે ઉપસ્થિત રાજસ્થ મહાનુભાવો, સહયોગી દાતાઓ, વરિષ્ઠ પત્રકારો,હોલ,ભોજન અને ગિફ્ટના સહયોગીઓને યાદ કરી અભિનંદન પાઠવ્યાને આભાર વ્યક્ત કર્યો હતો,જિલ્લા ભરમાંથી ઉપસ્થિત ૩૦૦ જેટલા પત્રકારો,અન્ય જિલ્લાના પ્રમુખો,ઝોન ટીમ,પ્રદેશ હોદ્દેરો સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો..

    જિલ્લા અધ્યક્ષને નિયુક્તિ પત્ર પ્રદેશ પ્રમુખ દ્વારા તેમજ જિલ્લા કારોબારીના તમામને નિયુક્તિ પત્રો પ્રદેશ અધ્યક્ષ,જિલ્લા અધ્યક્ષ તેમજ તાલુકા પ્રમુખોને નિયુક્તિ પત્રો જિલ્લા ટીમ દ્વારા આપી કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી..

-- લાભુભાઈ કત્રોડિયા

Republic people.in

Dharmendra lathigara, Botad