વર્તમાન સમયમાં શાળા કોલેજો માંથી વિદ્યાર્થીઓને પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે.બાળકો કંઈક નવું જાણે અને જુએ તે હેતુથી પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ શાળા નંબર બે દ્વારા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા નંબર બે ના આચાર્ય શ્રી ભદ્રસિંહ રાઠોડ ના સાનિધ્યમાં તારીખ ૦૩/૦૩/૨૩ થી તારીખ ૦૬/૦૩/૨૩ સુધી દિવસ ચાર સૌરાષ્ટ્ર પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા,બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ, હરસિધ્ધિ માતા, પોરબંદર ગાંધીજી ના જન્મ સ્થળ ની મુલાકાત, સુદામા મંદિર પોરબંદર તેમજ માધવ પુરા તેમજ ગીર સોમનાથ, સોમનાથ મહાદેવ,જુનાગઢ ગીરનાર તળેટી, પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ કિલ્લો,પરબધામ ખોડલધામ ,વિરપુર ચોટીલા , સવાભગતની જગ્યા ના દર્શન ના સ્થળે પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ માં નાના ભૂલકાંઓ એ આનંદ ઉલ્લાસ સાથે પ્રવાસ સંપન્ન કર્યો હતો. આ પ્રવાસ સાથે જોડાયેલ બાળકો તેમજ શિક્ષક મિત્રો જામાભાઈ પટેલ (શ્રેષ્ઠ શિક્ષક બનાસકાંઠા) ,પ્રવિણાબેન ઠક્કર, કનુભાઈ જોશી, પ્રવીણભાઈ ગેલોત અજયભાઈ ગજ્જર,જગદીશભાઈ રાઠોડ, કામિનીબેન મકવાણા ખુબ સુંદર આયોજન થકી પ્રવાસ પૂર્ણ થયો છે....