આજે હોળીનો તહેવાર છે ત્યારે સમગ્ર ગુજરાત માં હોળીના તહેવાર ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હોળી નો તહેવાર એ ભક્ત પ્રહલાદ અને તેના પિતા હરણ્ય કશ્યપ અને ભગવાન નર્સિંહ ના અવતાર સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે.ત્યારે સમગ્ર ભારત વર્ષ માં હોળી ના તહેવાર નું ખાસ મહત્વ રહેલું છે .

ત્યારે આજે જૂનાગઢ જિલ્લામાં અને માળીયા હાટીના તાલુકા ના ગામડાઓ પાણીધરા ,લાઠોદ્રા,માળીયા,ગળોદર,જૂથળ, ગળુ,ચોરવાડ,સહિત ગીર વિસ્તાર ના ગામડાઓ અને જિલ્લા ના તાલુકાઓમાં લોકોએ હોળી પ્રગટાવી અને હોળી ના દર્શન કર્યા હતા.આ સાથે લોકોએ હોળીની પ્રદીક્ષણા કરી હતી જેમાં નવા વરરાજા એટલે કે નાના છોકરાઓ જેઓ એક વર્ષ કે સવા વર્ષ ના હોય તેમને તેમના મામા દ્વારા તેડી લઈ ને હોળી ની પ્રદીક્ષણા કરાવવામાં આવી હતી સાથે સાથે નવા પરણેલા યુવા વરરાજા દ્વારા હોળીની  પ્રદીક્ષણા કરી ને હોળીમાં નાળિયેર હોમવામાં આવ્યું હતું .જ્યારે આ પ્રસંગે દરેક ગામમાં પોત પોતાના પરિવાર ના લોકો ,સગાસબંધિઓ અને મિત્ર વર્તુળ ને આમનત્રીત કરી સમૂહ ભોજન પણ કર્યું હતું અને હોળી ના પર્વનો આનંદ માણ્યો હતો .જ્યારે આવતી કાલે ધુળેટી ના પર્વ ને પણ લોકો એક બીજા પર રંગો ઉડાળી આનંદ માણસે