જૂનાગઢ જિલ્લા ના ભેસાણ તાલુકા ના રાણપુર ગામની ગૌવ શાળા ખાતે પશુપાલન વિભાગ ગાંધીનગર તથા પશુ પાલન જિલ્લા પંચાયત જૂનાગઢ અને ભેસાણ પશુપાલન ચિકિત્સાલય દ્વારા એક શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમના મુખ્ય અધ્યક્ષ તરીકે જૂનાગઢ જિલ્લા પંચાયત ના પ્રમુખ ના પતિ અને સાવજ ડેરી ના ડિરેકટર શ્રી દિનેશભાઇ ખટારિયા તેમજ ઉદ્દઘાટક ICDCS ના ચેરમેન શ્રી લાભુબેન ગુજરાતી,જિલ્લા પંચાયત ના સદસ્ય કુમારભાઈ બસિયા ,તેમજ ભેસાણ તાલુકા પંચાયત ના નવ નિયુક્ત પ્રમુખ હીનાબેન સાવલિયા ,સહિત પશુપાલન વિભાગ ના નિયામક શ્રી,મદદનીશ શ્રી અને ડોકટરો સાથે પશુપાલન વિભાગ ની જૂનાગઢ જિલ્લા ટિમ અને ભેસાણ ની પશુપાલન વિભાગ ની ટિમ હાજર રહી હતી જ્યારે આ કાર્યકમ માં પશુ ધારકો બહોળી શખ્યામાં હાજર રહિયા હતા .જ્યારે આ શિબિર માં સાવજ ડેરી ના ડિરેકટર દિનેશભાઇ તથા પશુપાલન વિભાગ ના ડો પનારા સાહેબ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
પશુધન થી મહિલાઓ અને પશુપાલકો કઈ રીતે પગભર થઈ શકે ,પશુ પાલન માં દૂધ નો કઈ રીતે વધારો કરી શકાય ,તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે સાથે પશુપાલકો ને મળતા સરકારી લાભો વિશે તેમજ પશુઓ બીમાર પડે કે પછી અન્ય કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ કઈ રીતે લઈ આવવું સાથે સાથે પશુઓનું આરોગ્ય અને તેમના આહાર તેમજ તેમની માવજત વિશે માહિતી આપવામાં આવી હતી
ભેસાણ તાલુકા ના રાણપુર ખાતે યોજાયેલ આ શબિર માં પુરુષો કરતા મહિલાઓ નું ખાસુ પ્રમાણ જોવા મળ્યું હતું ત્યારે પુરુષ અને મહિલાઓને વ્યસન અને ફેશન થી દુર થવા પર હાકલ કરવામાં આવી હતી