દિયોદર કોગ્રેસ કાર્યકરોની અટકાયત.,,રાજ્ય ભરમાં કોગ્રેસ દ્વારા ભારતીય સ્ટેટ બેન્ક અને એલ.આઈ.સી . દ્વારા અદાણી ગ્રૂપ ને લોન ના આપવાને લઇને દિયોદર કોગ્રેસ સમિતિ અને કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવવા હતા.ત્યારે દિયોદર કોગ્રેસના ધરણા કાર્યક્રમ પહેલા દિયોદર આરામ ગૃહ થી દિયોદર પોલીસે કોંગ્રેસના કાર્યકરો ની અટકાયત કરી હતી.

ભારત સ્ટેટ બેંક અને એલ આઈ સી દ્વારા લોકો ના રૂપિયા અદાણી કંપની ને લોન આપતા કોંગ્રેસ પક્ષ વિરોધ નોંધાવી રહ્યું છે .જેમાં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સ્ટેટ બેંક આગળ ધરણા યોજી વિરોધ દર્શાવવા માં આવી રહ્યો છે .જેમાં બપોર બાદ દિયોદર ખાતે કોંગ્રેસ કાર્યકરો ધરણા શરૂ કરે તે પહેલાં આરામ ગૃહ ખાતે થી પોલીસે કોંગ્રેસ પ્રમુખ તેમજ કાર્યકરો ની અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા .જેમાં કાર્યકરો એ પોલીસ મથક બહાર નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ એ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્ક અને એલ આઈ સી ના રૂપિયા દેશના સામાન્ય માણસ ના નાણાં ખોટી રીતે અદાણી ગ્રૂપ ને આપી દુરુપયોગ થઈ રહ્યો છે. દેશની મિલકતને નુકશાન થતી જે અટકાવવા દિયોદર SBI બેંક સામે ધારણા નો કાર્યક્રમ કરવા દિયોદર રેસ્ટ હાઉસ ખાતે એકઠા થઈ પહોંચીએ એ પહેલા પોલિસ દ્વારા અટકાયત કરી સરકાર દ્વારા અમોને જન હિત ના અવાજ ઉઠાવવા અટકાવ્યા છે. કોંગ્રેસ દેશના સામાન્ય જનતાનો આવાજ બની આનો વિરોધ નોંધાવીએ છીએ.