ધાનેરાની કારગીલ હોટલ પાસે કાર ડિવાઇડર સાથે અથડાતા કાર પલટી મારી ગઈ કારમાં બેઠેલા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 દ્વારા ધાનેરાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
બનાસકાંઠા જિલ્લામાં જાણે અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે અમદાવાદનો પરિવાર રાજસ્થાનના યાત્રાધામ રણુજા થી દર્શન કરી પરત ફરી રહ્યો હતો તે સમય દરમિયાન ધાનેરાની કારગીલ હોટલ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા કાર પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં બેઠેલા ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માત ને લઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી ધાનેરાની 108 ની જાણ કરી હતી ત્યારે 108 ની ટીમ પણ તાત્કાલના સ્થળે આવી પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધાનેરાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.