રાણપુર તાલુકાના ચંદરવા ગામે અમદાવાદ ડિસ્ટ્રિક કો. ઓપ. બેંક લી. અને ધી. ચંદરવા સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જયેશભાઈ કે. પટેલ (ADC. એગ્રી. ઓફિસર), ગોવિંદભાઈ (ચેરમેન), જયરાજભાઈ ખાચર (સેક્રેટરી ચંદરવા), વલ્લભભાઈ (કમિટી મેમ્બર), હાલુભાઈ (કમિટી મેમ્બર), હમીરભાઇ બાજુભાઈ (કમિટી મેમ્બર), નરેન્દ્રભાઇ (કમિટી મેમ્બર) તમામ ઉપસ્થિત રહી વડાપ્રધાનના સ્વસ્થ તંદુરસ્ત અને દીર્ઘાયુષ્ય માટે શુભકામનાઓ કરી હતી.
ADC બેંક તેમજ ધી. ચંદરવા સહકારી મંડળી લી. દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી કરાઇ
