કાલોલ તાલુકાના વેજલપુર ગામે આજરોજ એસ.ટી બસ સ્ટેન્ડ ની અંદર સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનના અધ્યક્ષસ્થાને વેજલપુરના સરપંચ સુગરીબેન બુધાભાઈ નાયક હતા જ્યારે સફાઈ અભિયાનના ના મુખ્ય પ્રણેતાએવા એસટી વિભાગના કંટ્રોલર દિપકભાઈ વરિયા રહ્યા હતા આ અભિયાનમાં ભાગ્યોદય યુવા વિકાસ મંડળના પ્રમુખ યોગેશ કાછિયા તેમજ અન્ય અગ્રણીઓ યુવા મિત્રો એ ભાગ લઈ આ સફાઈ અભિયાનને સફળ બનાવ્યું હતું.