ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ શિતલ શોપિંગ સેન્ટરના આજે રાત્રે જાહેર રોડ સાઈડથી છતના પાંપડાં તુટી પડ્યા હતાં.જો કે રાત્રીનો સમય હોવાથી સદનશીબે મોટી દુર્ઘટના ટળી હતી. આ શોપિંગ બનાવ્યાને વર્ષો વિતી જતાં આ બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે અને અનેકવાર તેના ઉ૫૨થી મલબો નીચે પડતો હોવાના બનાવો બની રહ્યા છે.ધાનેરામાં આ જર્જરિત શોપિંગ સેન્ટરના લીધે કોઈ ઘટના ના બને તે માટે પાલિકા દ્વારા પગલાં લેવા જરુરી છે.ધાનેરામાં વર્ષો પહેલા ત્રણ માળનું શિતલ સોપિંગ સેન્ટર બનાવવામાં આવેલ અને આ સોપિંગ સેન્ટરમાં 300 જેટલી દુકાનો આવેલ હોવાથી મોટા પ્રમાણમાં લોકોની અવર જવર રહે છે.પરંતુ આ બિલ્ડીંગ જુની થઇ હોવાના કારણે તેના ધાબા તેમજ સાઇડની દિવાલોના પોપડા ખરીને નીચે પડી રહ્યા છે.અગાઉ પોપડા પડતા એક રાહદારીના માથામાં લાગતા તેને સારવાર માટે લઇ જવો પડ્યો હતો.પરંતુ નગરપાલિકા દ્વારા આ બિલ્ડીંગના માલિક કે દુકાનદારોને વારંવાર નોટિસો ફટકારવા સિવાય કોઈજ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી આ બિલ્ડીંગ ક્યારેક મોટી હોનારત સર્જે તેમ ઉભુ છે.તો પાલિકા આ બાબતે સત્વરે પગલાં ભરે કેમકે આ બિલ્ડીંગના પાયામાં બે વખત પુરના પાણી આવી ચુક્યા છે માટે પાલિકા સત્વરે આ બિલ્ડીંગ બાબતે પગલા લે તે જરુરી બન્યુ છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं