જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના આગેવાનો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ને રૂબરૂ મળ્યા હતા અને પોતાના તાલુકા માં વિકાસ ના કર્યો ગતિ પકડે અને વિકાસ ના કર્યો વધે તે માટે રજુવાત કરવામાં આવી હતી
89 માળીયા હાટીના અને માંગરોળ વિધાનસભા ની સિટ પર હાલ ધરસભ્ય તરીકે ભગવાનજીભાઈ કરગઠિયા છે અને તેઓ ખૂબ પ્રયત્નશીલ છે તેમજ વિકાસ કાર્યોમાં તેઓ હંમેશા આગળ હોય છે સાથે સાથે માળીયા તાલુકા ના આગેવાન અને માળીયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભલોડિયા અને દેવયતભાઈ વાઢેર દ્વારા પણ ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહિયા છે ત્યારે તેઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કુંવરજીભાઇ બાવળિયા તેમજ જૂનાગઢ ના પ્રભારી રાઘવજીભાઈ પટેલ ને રૂબરૂ મળી મળ્યા હતા અને માળીયા હાટીના તાલુકા ના પ્રશ્નો જેમાં ભાખરવડ ડેમ માંથી પાણી ની કેનાલ સાથે વ્રજમી ડેમ માંથી પાણી ની કેનાલ બનાવવા સૌની યોજના નું કામ તાત્કાલિક પૂર્ણ કરવા રજુવાત કરી હતી તેમજ તાલુકા માં આવેલ ડેમો ની ઊંડાઈ વધારવા માટે પણ રજુવાત કરવામાં આવી હતી ત્યારે જો આ કાર્યને વેગ આપવામાં આવશે તો આવનારા દિવસોમાં ખેડૂતો ને મોટો ફાયદો થવાની શક્યતા છે આ સાથે નવા ગળોદર ગામે પાકો રસ્તો બનાવવા તેમજ માળીયા હાટીના થી કડાયા રોડ ને સ્ટેટ હાઇવે માં રૂપાંતરિત કરવા સાથે મેંદરડા થી જલંધર ગીર અને લાડુળી ગીર ના રોડ નું પણ સ્ટેટ હાઇવે માં રૂપાંતરિત કરવા માટે પણ રજુવાત કરવામાં આવી હતી સાથે સાથે માળીયા હાટીના ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર નું બિલ્ડીંગ નવું અને અદ્યતન બને તેમજ રેલવેને લગતા પ્રશ્નો ની પણ રજુવાત કરવામ કરવામાં આવી હતી
જ્યારે આ રજુવાત ને લઈ ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ કામો ને વહેલી તકે મજૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું