પાલનપુર ના જગાણા હાઇવે પરથી ગૌરક્ષકોએ ખીચોખીચ 80 જેટલાં પશુઓ ભરેલી ટ્રક ઝડપી પાડી..
બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા
રાજસ્થાનથી પશુઓ ભરી મહારાષ્ટ્ર જતી ટ્રકને ગૌ રક્ષકોએ ઝડપી પાડી હતી. જગાણા હાઈવેથી ટ્રકને ઝડપી લઇ 80થી વધુ પશુઓના બચાવ્યાં જીવ બચાવ્યાં છે. ગૌરક્ષકોએ ટ્રક રોકાવી પાલનપુર તાલુકા પોલીસ સાથે રાખી ટ્રકની તાપસ કરવામાં આવી હતી. જેમાં ખીચોખીચ ભરેલા પશુઓ જોવા મળ્યા હતા. જેથી તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે..
પાલનપુરના જગાણા હાઇવે પર એક ટ્રકમાંથી 80થી વધુ પશુઓનો ગૌ રક્ષકોએ જીવ બચાવ્યો છે. રાજસ્થાન તરફથી પાલનપુર-અમદાવાદ હાઇવે પર જગાણા પાસે ગૌરક્ષકોએ એક શંકાસ્પદ ટ્રક રોકાવી પોલીસ બોલાવી હતી..
જે બાદ ટ્રકમાં તપાસ કરતા ખીચોખીચ પશુઓ ભરેલા જોવા મળ્યા હતા. જેથી પોલીસે ટ્રક ચાલાકની અટકાયત કરી પશુઓ ભરેલા ટ્રકને ધાનેરા ટેટોડા ખાતે મોકલવામાં આવ્યો હતો. ટ્રકમાંથી અંદાજે 80 થી વધુ પશુઓ મળી આવ્યાં હતા. પોલીસે ટ્રક ચાલાક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે..