ગુજરાત ની આરકેમા (Arkema) એરંડા કંપની દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય ની વિવિધ શાળાઓના માધ્યમથી ખેલ કુદ રમત મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જીલ્લા ની સરસ્વતી તાલુકાની
રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલય મેસર શાળા ના વિદ્યાર્થીઓ એ દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે આ રમત મહોત્સવ કોલરશીપ સ્પર્ધામાં
પ્રથમ ક્રમે કાતરા સમાલ ગામની ધોરણ બાર મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રી કોમલબેન ભરતભાઈ નાઈ
દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી ને સમગ્ર પાટણ જીલ્લા નું અને રાધાકૃષ્ણ વિદ્યાલય નું ગૌરવ વધાર્યું છે.અને સાથે સાથે કાતરા.સમાલ. ગામનું અને સમગ્ર નાઈ વાળંદ શેન સમાજ નું પણ નામ રોશન કર્યું છે.કોમલ ને પ્રથમ ક્રમે આવવા બદલ Arkema.Aernda,કંપની દ્રારા વિદ્યાર્થીની શ્રી કોમલબેન ભરતભાઈ નાઈ ને લેપટોપ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ દોડ રમતમાં ભાગ લેવાનું પ્રથમ શ્રૈય રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલય મેસર શાળા ના આચાર્ય સાહેબ શ્રી રાજુભાઈ પટેલ અને શાળા ના શિક્ષક શ્રી ઓ યશવંતભાઈ ચોધરી, રાજુભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન અને મહેનત થકી આ પરિણામ મળ્યું છે