ભારત સહિત ગુજરાત ભર માં લોકો પોતાનો વ્યવસાય કરી અને આર્થિક રીતે પગભર બને તે માટે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ સંસ્થા દ્વારા હંમેશા પ્રયત્નો કરવામાં આવી રહિયા છે  ત્યારે આજે માળીયા હાટીના તાલુકા ના ખેરા ગામે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ દ્વારા ઉન્નત ઉધમ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

ત્યારે આ કાર્યક્રમ માં ત્રણ જિલ્લા ના 500થી વધુ લાભાર્થીઓ એ લાભ લીધો હતો જ્યારે આ કાર્યકમ માં આવેલ લાભાર્થીઓ દ્વારા પોતાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં કાર્યક્રમ માં આવેલ લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો આગાખાન ગ્રામ કાર્યકમ સંસ્થા દ્વારા 130 જેટલા લાભાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી અને તે સહાય ના કારણે આ લોકો દ્વારા પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો જેના કારણે તેઓ પગભર થવા પામીયા છે 

કાર્યક્રમ ની અંદર લીડ બેન્ક ના મેનેજર ગોહેલ સાહેબ તેમજ ના બોર્ડ ના ડીડીએમ.કિરણ રાઉત સાહેબ,SBI ગળુ શહેર બેન્ક ના મેનેજર અજિતભાઈ પરમાર તેમજ જિલ્લા ના DLM કિરણ વ્યાસ સાથે સાથે આ કાર્યક્રમમાં માળીયા હાટીના તાલુકા ના હેલ્થ વિભાગ આભા મેડમ તેમજ ગળુ ખાતે આવેલ દધીચી શેક્ષણિક સંકુલ ના સ્થાપક અર્જનભાઈ ચારિયા સાહેબ તેમજ વિજયભાઈ કમાણી સહિત ના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહિયા હતા .

જ્યારે આ કાર્યક્રમ માં આવેલ ખોરાસા ગીર ગામ ના લાભાર્થી વૈશાલી બેન સોઢા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મને સંસ્થા દ્વારા જે આર્થિક સહાય આપવામાં આવી હતી તેના દ્વારા મેં કેટરશ નો વ્યવસાય ચાલુ કર્યો હતો અને એમાં હું ઘણી આગળ વધી છું જેથી હું સંસ્થા નો ખુબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે મારા જેવા માધ્યમ વર્ગ ની મહિલાઓ આ પ્રમાણે ની સહાય મેળવતી થાય અને આગળ વધે તેવું જણાવ્યું હતું